અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૫૮૦ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા ત્રીજા સર્વોચ્ચ કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૮૭,૦૦૯ થઇ ગયો છે અને આ પૈકી ૧૭,૧૨૦ કેસ માર્ચ મહિનાના ૨૧ દિવસમાં જ નોંધાયા છે.


ગુજરાતમાં કેટલા પ્રકારના નવા સ્ટ્રેઈન જોવા મળ્યા ?


અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 36 લાખ લોકોને રસી અપાઇ છે અને રોજ બે-અઢી લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે. કોરોના વકરતાં અત્યારે રવિવારે પણ રાજ્યમાં 2500  રસી કેન્દ્રો ચાલુ રખાયા હતા. રાજ્યમાં ચાર-પાંચ પ્રકારના કોરોનાના સ્ટ્રેઇન જોવા મળ્યાં છે જેના સેમ્પલ પૂણે મોકલાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાતનો સ્વિકાર કર્યો હતો.રાજ્ય સરકારે લોકોને અપીલ કરી છેકે, કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે સાવધાની રાખવી જરૂરી છે.


નવા સ્ટ્રેઈનના કેવા હોય છે લક્ષણો


આ નવા સ્ટ્રેઈનમાં કોરોનાનાં અગાઉ જોવા મળેલાં લક્ષણોથી નવાં લક્ષણ જોવા મળ્યા છે. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ માહિતી આપી કે, કોવિડના નવા સ્ટ્રેઈનમાં  અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા જેવા લક્ષણ ધરાવતા લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સુરતમાં એવા લોકો પણ પોઝિટિવ છે જેમાં કોવિડેના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી એ લોકો માટે ચેતવણી છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોના  બેકાબૂ થયો છે. સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 989  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90  ટકા પર પહોંચ્યો છે. હાલ 7321  એક્ટિવ કેસ છે, જેમાંથી 71   લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.


Gujarat Lockdown Update: ગુજરાતમાં લોકડાઉન થશે ? જાણો શું કહ્યું સીએમ વિજય રૂપાણીએ.....


Ahmedabad Corona Cases: અમદાવાદીઓ થઈ જાવ Alert, લોકડાઉનની વરસી પૂર્વે જ નોંધાયા અત્યાર સુધીને સૌથી વધુ કેસ


રાશિફળ 22 માર્ચ:  આજે આ રાશિના જાતકો રહેજો સતર્ક, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ