સાઇ કહે છે કે, મારા ક્લોઝ સર્કલમાં મારા માતા-પિતા, બહેન પૂજા અને નજીકનાં મિત્રો છે. પૂજા ઘણી વખત ચીઝ બર્ગર ખાય છે. અને તેને હમેશાં આ વાતની ફરિયાદ રહે છે કે તે મારા જેટલી સુંદર નથી. હું અને મારી બહેન ઘણી વખત અરિસા સામે ઉભા હોઇએ છીએ ત્યારે મારી બહેન હમેશાં તેનાં રંગની સરખામણી મારી સાથે કરે છે.
સાઈ કહે છે કે, હું હંમેશા મારી બહેનને નેચરલી રહેવાની સલાહ આપું છે. એક વખત મે તેને કહ્યું હતું કે, જો તે સુંદર દેખાવવા ઇચ્છે છે તો ફળ અને શાકભાજી ખાય. તેને ફળ અને શાકભાજી પસંદ ન હોવા છતાં તેણે આમ કર્યું કારણ કે તે ગોરી થવા ઈચ્છતી હતી. જેનાંથી મને ખુબજ ખરાબ લાગ્યુ હતું.
સાઇએ કહ્યું કે, મારાથી 5 વર્ષ નાની છોકરીઓનાં મન પર શું અસર પડશે. તે વિચારથી જ મે આ એડ ફગાવી દીધી છે. હું ઘરે જઇને 3 રોટલી અને ભાત ખાઇ લઇશ. મારી જરૂરીયાત કંઇ બહુ મોટી નથી.