વર્જિનીયા: અમેરિકાનાં વર્જીનીયામાં એક વ્યક્તિએ સરકારી બિલ્ડીંગમાં અધાંધૂધ ફાયકિંગ કર્યું હતું. જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ફાયરિંગ વર્જિનીયા બીચ મ્યુનિસિપલ સેન્ટરમાં કરાયું હતું.

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ફાયરિંગ કરનાર પણ અહીંનો જ કર્મચારી છે. જવાબી કાર્યવાહી કરતાં પોલીસે ગોળીબાર કરતાં વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ફાયરિંગ શુક્રવારે સાંજે 4 વાગે થયું હતું.

ફાયરિંગ કરવા પહોંચેલા પોલીસકર્મીઓમાંથી એક જ પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા છે. હજી આરોપીએ ગોળીબાર કેમ કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસનું માનવું છે કે આરોપીએ એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ ઘટના દરમિયાન આસપાસની દરેક બિલ્ડીંગને ખાલી કરાવી દીધી હતી. આ મામલામાં એફબીઆઈનાં અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.