દીકરી સારા અલી ખાનના બોયફ્રેન્ડને આ 3 સવાલ પૂછશે સૈફ અલી ખાન
મુંબઈઃ કરણ જૌહરે પોતાના ફેમસ ચેટ શો ‘કોફી વિધ કરણની છઠ્ઠી સીઝનની સાથે ટીવી પર વાપસી કરી છે. જૂસી ગોસિપ અને બોલિવૂડ સ્ટાર્સના સનસનીખેજ ખુલાસા માટે આ સો પહેલેથી જ ખૂબ જ પોપ્યૂલર રહ્યો છે. આ સપ્તાહે કરણના શોમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને વરૂણ ધવન પહોંચ્યા હતા. આગામી સપ્તાહે સૈફ અલી ખાન અને તેની દીકરી સારા અલી ખાન જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન દર્શકોને બાપ દીકરીની વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળશે. ઉપરાંત સારા પણ પોતાની પર્સનલ લાઈફ અને લાઈક્સ ડિસલાઈક્સ પર વાત કરતી જોવા મળશે. સારા ફિલ્મ કેદારનાથથી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે.
શોના પ્રોમો વીડિયોમાં કરણ જૌહરે સેફને પૂછ્યું કે સારાના બોયફ્રેન્ડને ક્યા ક્યા સવાલ પૂછશો. સૈફે કહ્યું કે, પોલિટિકલ વ્યૂઝ વિશે અને ડ્રગ્સ વિશે. ત્રીજો સવાલ કરણને સજેસ્ટ કરતાં સૈફે કહ્યું કે, રૂપિયા વિશે પૂછવું પણ એક સારો સવાલ હશે.
ત્યાર બાદ સારાએ પોતાની ચોઈસ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે, તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માગે છે પરંતુ તેને ડેટ કરવા નથી માગતી. તે કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. સૈફે આ પહેલાના સવાલને તેમાં કનેક્ટ કરતાં કહ્યું જો તમારી પાસે રૂપિયા છે તો તેને (સારા)ને લઈ જઈ શકે છે. તેના પર સારાએ રિએક્ટ કરતાં સૈફને કહ્યું તમારે આ બધું બંધ કરવું જોઈએ, આ ખોટું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -