મુંબઈ: પાકિસ્તાની કલાકારોના બોલીવુડમાં કામ કરવાને લઈને આવેલા સલમાન ખાનના નિવેદન બાદ તેના પિતા સલીમ ખાન તેના બચાવમાં ઉતર્યા હતા.
સીતેરના દશકના મશહૂર સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને ટ્વીટ કરી સલમાનના બચાવમાં ઉતર્યા હતા. સલીમ ખાને ટ્વીટ કરતા લખ્યું સલમાન ખાન, કરન જોહર, મહેશ ભટ્ટ, સીતારામ યેચુરીને એક ન્યૂઝ ચેનલે સઈદ,લખવી,મસૂદના બદલે રીપ્લેસ કર્યા છે. એક ચેનલ પર કટાક્ષ કરતા સલીમ ખાને લખ્યુ કે જેન્ટલમેન મોટુ દિલ રાખો કારણ કે તમે લોકોને મનોરંજન કરવવાની જોબમાં છો.
યેચુરી પર ટ્વીટ કરતા લખ્યું સતર્ક રહેજો શાંતિની વાત કરવામાં તમને ગદ્દાર બનાવી શકે છે.
મહેશ ભટ્ટ પર લખ્યું ટીવી પર ડેમોક્રેટિક એક્ટર્સની કમી નથી, તો આપ શા માટે સરહદ પાર જોઈ રહ્યા છો.
સલીમ ખાને વધુ એક ટ્વીટમા લખ્યું કે ઈંદિરા ગાંધીએ મોસ્કોમાં એક સૈનિકની કબ્ર ઉપર શ્રધ્ધા સુમન અર્પણ કરતા કહ્યું હતું કે જ્યારે પણ ગોળીઓ ચલાવવામાં આવે છે, ત્યારે એક માં ના દિલ સુધી દર્દ પહોંચે છે.