ચેન્નઈ: અભિનેત્રી સની લિયોની આગામી તેલુગૂ કૉમેડી ફિલ્મ ‘ગુંટર ટૉકીઝ 2’ માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ નિર્માતાનું કહેવાનું છે કે આ ફિલ્મ માત્ર દર્શકોને આર્કશવા માટે નથી.
નિર્દેશક રાજ કુમારે કહ્યું તે હંટર રાનીનું પાત્ર ભજવશે, અમે દર્શકોને આર્કષવા માટે નથી લીધી પરંતુ તેના પાત્રમાં વિભિન્નતા છે જેથી આ ફિલ્મનો હિસ્સો બનવા માટે તૈયાર થઈ છે. સની લિયોનીએ આજ સુધી જે પાત્ર ભજવ્યા છે, આ પાત્ર તેનાથી બિલકુલ અલગ છે.
આ ફિલ્મ ગુંટૂર ટૉકીઝ ની સીક્વલ હશે. આ ફિલ્મ પારિવારિક દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સીક્વલમાં મહેશ માંજરેકર તેના પોતાના જ રોલમાં જોવા મળશે.
‘કરેંટ થીગા’ બાદ આ સની લિયોનીની બીજી તેલુગૂ ફિલ્મ છે.