મુંબઇઃ તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ કોઇનાથી છુપાયેલી નથી. દરેક કોઇ ત્યાંથી બસ નીકળવાની વાત કરી રહ્યું છે. વર્ષ 2018માં ફિલ્મ લવયાત્રીથી પોતાનુ બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ વરીના હૂસેનનુ દર્દ છલકાયુ છે, તેને પોતાનો ભયંકર અનુભવ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લવયાત્રી સલમાન ખાને બનાવેલી ફિલ્મ હતી, અને તેમા તેના જીજી સાથે વરીના હૂસેનને પ્રમૉટ કરી હતી. વરીના હૂસેને અનુભવ શેર કરતા તેને અને તેના પરિવારને પણ 20 વર્ષ પહેલા આ રીતના ભયંકર સ્થિતિના કારણ અફઘાનિસ્તાન છોડીને ભારતમાં આવવુ પડ્યુ હતુ. 


ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં વરીના હૂસેને કહ્યું કે, આ મારા અને મારા પરિવાર માટે મુશ્કેલ ઘડી છે. આ 20 વર્ષ પહેલા જેવો ડર છે. આવી જ લડાઇ અને ઉથલપાથલના કારણે મારા પરિવારને અફઘાનિસ્તાનમાંથી ભાગવુ પડ્યુ હતુ અને હવે કેટલાય વર્ષો બાદ બીજા પરિવારોને તેમનુ ઘર છોડતા જોઇ રહી છું. 


વરીના હૂસેને બાળપણમાં અફઘાનિસ્તાન વાળુ પોતાનુ ઘર છોડ્યુ હતુ. એક્ટ્રેસે કહ્યું- મારી યાદોમાં હંમેશા ફેમિલી પિકનિક, ખાવાનુ અને કાબુલની પ્રેમાળ વસંત રહેશે, જોકે મને શક છે કે આ બધુ ફરીથી નહીં આવે.


વરીના હૂસેન પોતાને ખુશકિસ્મત માને છે પરંતુ બધાની સાથે આવુ નથી થતુ. તેને કહ્યું- હું ભાગ્યશાળી હતી કે ભારતે મને અપનાવી લીધી અને મારુ ઘરન બની ગયુ પરંતુ મને ડર છે કે બધાની સાથે આવુ નથી થવાની. આવા દેશની સ્થિતિ ઇમર્જન્સી પલાયન, હજારોનુ રેફ્યૂજી બની જવુ અને બીજા દેશોમાં શરણ શોધવુ હોય છે, ત્યાં તરતજ રહેવાની જગ્યા મુશ્કેલ હોય છે. 


એક્ટ્રેસે કહ્યું કે, જે પણ અફઘાનિસ્તાનમાં તરક્કી થઇ હતી તે બધુ પાછુ જતુ રહ્યું હવે મહિલાઓ ફક્ત ફર્ટિલિટીનુ એક મશીન બનીને રહી જશે, અને યુવાઓની માનસિકતા નફરત અને બદલો લેવાની ભાવનાથી ભરાઇ જશે.