મહેસાણાઃ પાંચોટ પાસે રેલ્વે ટેક પર ફોટો લેવાં જતાં યુવાનનું ટ્રેનની ટક્કરે મોત થયું છે. રેલવેના પાટા ઉપર ઉભા રહી  ફોટો લેતા હતો ત્યારે અચાનક ટ્રેન આવતા ટક્કર વાગી હતી. ટ્રેનની ટક્કરે યુવાનનું મોત થયુ હતું. કાનમાં ઇયર ફોન લગાવી ફોટો પાડી રહેલાં યુવાનોને ગાડીનો અવાજ ન આવતા ધટના બની હતી. 



Mehsana : મોબાઇલમાં બ્લાસ્ટ થતાં યુવતીનું મોત, તમે પણ આ રીતે મોબાઇલ વાપરતા હો તો ચેતી જજો


મહેસાણાઃ જો તમે પણ મોબાઇલ ચાર્જિંગમાં રાખીને ફોન વાપરતા હોય તો ચેતી જજો નહીંતર જીવ ખોવાનો વારો આવી શકે છે. ગત 29 જુલાઇએ મહેસાણાના બહુચરાજીમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતા યુવતીનું મોત થયું હતું. બહુચરાજીના છેટાસણા ગામનો આ બનાવ છે. આ મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના છે. 


 


શ્રદ્ઘા  દેસાઇ નામની યુવતી ચાર્જિંગમાં મોબાઈલ ભરાવી વાત કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ ફાટતા યુવતીનું મોત નીપજ્યું છે.  પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. 

જૂના ગેજેટ્સનો ઉપયોગ કરો છો તો થઈ જાવ સાવધાન, ગીત સાંભળતા કાનમાં ફાટ્યો ઈયરફોન, યુવકનું મોત


જયપુર: જે લોકો જૂના ગેજેટ્સનો ઉપયોગ કરે છે તેઓ ભાગ્યે જ જાણતા હોય છે કે એક સમય પછી ગેજેટ્સ કેટલા ખતરનાક બની શકે છે. તે અમુક સમયે જીવલેણ પણ બની શકે છે અને તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના જયપુરમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઇયરફોનના જોરદાર અવાજને કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હતો. કહેવાય છે કે યુવક જૂના ઈયરફોન અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યો હતો.


આ ઘટના જયપુરના સિકર હાઇવે પર ઉદયપુરીયા ગામની છે, ગત 7 ઓગસ્ટે જ્યાં ઇયરફોન લગાવીને ગીતો સાંભળતી વખતે 28 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. કહેવાય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે તે કોમ્પ્યુટરમાં ઈયરફોન લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો. અચાનક ઈયરફોન એક જોરદાર અવાજ સાથે ફૂટ્યો, જેના કારણે યુવકના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


અને ઈયરફોનનો સ્પીકર ફૂટ્યો


ડોક્ટરોનું કહેવું છે કે ઈયરફોનના વિસ્ફોટને કારણે મોટા અવાજના કારણે યુવકને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવો જોઈએ, જેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. યુવકના આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા અને તે અભ્યાસ માટે અવારનવાર કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો હતો. શુક્રવારે બપોરે પણ તે પોતાના ઘરમાં કોમ્પ્યુટર સાથે જોડાયેલા ઈયરફોન સાથે ગીતો સાંભળી રહ્યો હતો, ત્યારે ઈયરફોનનો સ્પીકર ફૂટ્યો અને તેણે જીવ ગુમાવ્યો.