મુંબઈઃ રેસ-3 ફ્લોપ રહ્યા બાદ ભારત સલમાન ખાનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. સુલ્તાન અને ટાઈગર ઝિંદા હૈ બાદ એક વખત ફરી સલમાન સુપરહિટ ફિલ્મોની હેટ્રિક લગાવવા માટે અલી અબ્બાસ જફરની સાથે કામ કરી રહ્યા છે. આ એક જાણીતી કોરિયન ફિલ્મની રીમેક છે અને આ ફિલ્મને બેકડ્રોપમાં ભારત પાકિસ્તાનના વિભાજનની કહાની પણ છે. આ ફિલ્મમાં દિશા પટની અને કેટરીના કૈફ અને સુનીલ ગ્રોવર જેવા સ્ટાર પણ જોવા મળશે.



ઉલ્લેખનીય છે કે સુનીલ ગ્રોવર જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે અને આ ફિલ્મમાં સુનીલની હાજરીથી ફિલ્મની સફળતાની શક્યતાઓ વધી છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન અને કેટરીનાએ સુનીલ ગ્રોવરના ભરપેટ વખાણ કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ સલમાને કહ્યું કે, સુનીલ ખૂજ પ્રતિભાશાળી એક્ટર છે. તેઓ મિમિક્રી નથી કરતો પરંતુ તેના કેરેક્ટરને સંપૂર્ણ રીતે ન્યાય આપે છે. ભલે પછી એ પાત્ર ગુત્થી હોય કે પછી ડો.મશહૂર ગુલાટી અથવા અમિતાભ બચ્ચન કે પછી ધર્મેન્દ્રની એક્ટિંગ કરવાની હોય. તેઓ ક્યારે પણ ચીપ કોમેડી નથી કરતો અને પાત્રને પૂરું માન-સન્માન આપે છે. તેઓ ઘણો ટેલેન્ટેડ છે.



ઉપરાંત કેટરીનાએ કહ્યું કે જ્યારે અમે શેટ પર ફ્રી ટાઈમમાં વાતચીત કરતા હતા ત્યારે મને ખબર પડી કે સુનીલ માત્ર ટેલેન્ટેડ નથી પરંતુ વસ્તુઓને સમજે પણ છે. તેને કલ્ચર અને બુક્સ વિશે સારું નોલેજ છે અને તમે તેની સાથે કોઈ પણ ટોપિક પર વાત કરી શકો છો. આ દરમિયાન સલમાન મજાક કરતા કહે છે કે, ‘જો તમે સુનીલ ગ્રોવરને ક્યારે મળો તો તમે તેની સાથે કોઈ પણ વિશે પર વાત કરી શકો છો કારણ કે કેટરીના કૈફે કહ્યું છે કે તે અમારા ગુરુ છે. અંતર્યામી છે અને બધી વસ્તુઓની માહિતી રાખે છે.’ આ વાત પર કેટરીના પણ હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે ભારત આ વર્ષે ‘ઇદ’ પર રિલીઝ થશે.