મુંબઈ: સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ દબંગ 3નું વધુ એક નવુ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ છે 'યૂ કરકે'. આ ગીતને સલમાન ખાન સ્ટાઈલમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં કોમેડી પણ છે અને રોમાન્સ પણ છે. આ ગીતમાં સલમાન ફરી એક વખત નવા ડાન્સ સ્ટેપ સાથે ફેન્સની સામે આવશે.


થોડા દિવસો પહેલા નિર્માતાઓએ આ ગીતનો ઓડિયો જ બહાર પાડ્યો હતો અને આજે તેનો વીડિયો રિલીઝ થયો છે. આ ગીત સલમાન ખાન અને સોનાક્ષી સિંહા પર ફિલ્માવવામાં આવ્યું છે. સલમાન ખાને આ સોંગનો વીડિયો તેના સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.


આ ગીતની ખાસ વાત એ છે કે સલમાન ખાને પોતાના અવાજમાં ગાયું છે. જેમાં સલમાન સાથે પાયલ દેવએ પણ ગીત ગાયું છે. યૂં કરકે ગીતમાં સંગીત સાજિદ-વાજિદની જોડીએ આપ્યું છે. આ ગીતને દાનિશ સાબરીએ લખ્યું છે.