પણજી: ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું જ્યારે ભગવાન રામને અયોધ્યામાંથી વનવાસ મોકલવામાં આવ્યા હતા અને જ્યારે તેઓ સીતાને પરત લેવા માટે રાવણ સાથે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે ઉંચી જાતિને કોઈ વ્યક્તિએ તેમની મદદ નહોતી કરી. તેમણે કહ્યું, આદિવાસી અને નિચલી જાતિના લોકોએ વનવાસ દરમિયાન ભગવાન રામની મદદ કરી હતી.


ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત આદિવાસી વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જાહેર પ્રવચનમાં કહ્યુ હતુ કે, જ્યારે ભગવાન રામ વનવાસે હતા ત્યારે તેમને કોઈ સર્વણોએ મદદ નહોતી કરી. તેમને શબરી અને કેવટે સાથ આપ્યો હતો.

સત્યપાલ મલિકે વધુમાં કહ્યુ હતુ કે, સીતાને શોધવા માટે ભગવાન રામની સાથે જંગલના આદિવાસી અને દલિતો ગયા હતા. જ્યારે તેઓ સીતાને પાછી મેળવવા માટે રાવણ સામે યુધ્ધે ચઢ્યા હતા ત્યારે કોઈ સવર્ણ ભગવાન રામની મદદે આવ્યા નહોતા. અયોધ્યાના કોઈ સૈનિક રામની મદદે ગયા નહોતા. શું કોઈ મને કહી શકે છે કે, કોઈ સર્વણ ભગવાન રામની મદદે ગયો હોય? મલિકે માંગ કરી હતી કે, જ્યારે પણ અયોધ્યામાં ભગવાન રામનુ મંદિર બને ત્યારે તેમાં ભગવાન રામની મૂર્તિની સાથે કેવટ અને શબરીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે.