સલમાન ખાને આ સ્ટાર એક્ટર્ને ગણાવ્યો આગામી સુપરસ્ટાર, નામ જાણીને ચોંકી જશો
abpasmita.in | 01 Jun 2019 08:06 AM (IST)
ફિલ્મ પ્રમોશન સાથે જોડાયેલ એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કૈટરીના કૈફ, આલિયા ભટ્ટ અને વરૂણ ધવનને લઈને ખુલીને વાત કરી હતી.
મુંબઈઃ સલમાન ખાન અને કેટરીના કૈફ હાલમાં પોતાની આગામી ફિલ્મ ભારતના પ્રમોસનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઈદના અવસર પર 5 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ વીકેન્ડમાં સલમાન અને કેટરીના નાના પડદાની અનેક સીરિયલ્સ અને રિયાલિટી શોમાં ભારતનું પ્રમોશન કરતાં જોવા મળશે. ફિલ્મ પ્રમોશન સાથે જોડાયેલ એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કૈટરીના કૈફ, આલિયા ભટ્ટ અને વરૂણ ધવનને લઈને ખુલીને વાત કરી હતી. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મમાં સલમાન અને કટરીના 5 અલગ-અલગ લુક્સમાં જોવા મળશે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સલમાનને પુછવામાં આવ્યું કે નવા બોલિવૂડ સ્ટાર્સમાંથી આગળ જઈને કોણ મોટો સુપરસ્ટાર બની શકે છે. સલમાને તરત જ વરુણ ધવનનું નામ લીધું. તેણે કહ્યું કે આજની જનરેશનમાં વરુણ વધારે સારું કામ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સલમાન અને વરુણ 2017માં આવેલી ફિલ્મ ‘જુડવા-2’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સલમાને કેમિયો રોલ કર્યો હતો.