નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં બિહારમાં કારમી હારની નૈતિક જવાબદારી લેતા પાર્ટીના વરિષ્ઠ નેતા શક્તિ સિંહ ગોહિલે રાજ્યના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધાની અટકળો છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ગોહિલે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું મોકલ્યું છે.


ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલની અબડાસા બેઠક પરથી હાર થઈ હતી. તેમ છતાં કોંગ્રેસ હાઈ કમાન્ડે તેમને બિહારના પ્રભારી પદે નિમણૂક કરી હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આરજેડી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી. પણ બિહારમાં આ ગઠબંધનની કારમી હાર થઈ હતી.



બિહારમાં એનડીએને 40માંથી 39 બેઠકો હતી. જે બાદ બિહારમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતાં શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું. ગોહિલે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલાવ્યું છે.