ગાંધીનગર: રાજ્યના ચાર મહાનગરોના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર, વડોદરા, સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.


ગાંધીનગર મહાનગર પાલિકામાં પેથાપુર નગરપાલિકા સહિત 18 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. એક નગરપાલિકા અને 18 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પેથાપુર નગરપાલિકા અને કુડાસણ, રાયસણ, રાંદેસણ , સરગાસણ, કોબા, વાસણા હડમતિયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નિભોઈ, રાંધેજા ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે.