મુંબઈઃ સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ પણ ક્રિસમસની પોતાની રીતે ઉજવણી કરે છે. આ અવસર પર અનેક સ્ટાર્સે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. સલમાન ખાનની બહેન અર્પિતા શર્માએ દીકરા આહિલ તરફથી એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ત્રણે ભાઈ સલમાન, અરબાઝ અને સોહેલ પહોંચ્યા અને સાથે જ ત્રણેય ડાન્સ પણ કર્યો હતો.

આયુષ શર્મા અને અર્પિતા ખાન શર્માના દીકરા આહિલ તરફથી ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીમાં તેણે તેના ત્રણેય ભાઈ સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાને પણ બોલાવ્યા હાત. ત્રણેયે આ પાર્ટીમાં ખૂબ મસ્તી અને ડાન્સ ફ્લોર પર ડાન્સ પણ કર્યો. તેમના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્રણેય એક જ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને સ્ટાઈલિસ્ટ એસ્લે રિબેલોએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.