નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયામાં સુનામીને કારણે 281 લોકોના મોત થઇ ચૂક્યા છે અને હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને લઇને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સુનામીના સમયનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઇન્ડોનેશિયાનું એક પોપ બેન્ડ લાઇવ પરફોર્મ કરી રહ્યુ ત્યારે કઇ રીતે સુનામીની ઝટેપમાં આવી ગયું હતું. ઇન્ડોનેશિયાના સેવંટીન નામના પોપ બેન્ડે એ વાતની પુષ્ટી કરતા કહ્યું કે, સુનામીની ઝડપ એટલી વધારે હતી કે કોઇ બચી શક્યું નથી. બેન્ડના બે સભ્યોનું મોત થઇ ચૂક્યું છે જ્યારે ચાર અન્ય હજુ લાપતા છે.તાંજુંગ લેસુંગ બીચ પર બનેલા રિસોર્ટમાં પરફોર્મ ચાલી રહ્યું હતું. બીચ પર ટેન્ટ લગાવીને સ્ટેજ તૈયાર કરાયું હતું.