માલ્ટામાં આ વ્યક્તિ માટે સલમાન ખાન બન્યો હતો ફોટોગ્રાફર, સામે આવ્યું સત્ય
ખાસ વાત એ છે કે આ તસવીર જોઈને ફેન્સ સુનીલ ગ્રોવરને શાહરૂખ ખાન સમજી રહ્યા હતા. આ તસવીરમાં સુનીલની સ્ટાઈલ શાહરૂખ જેવી લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: સલમાન ખાન હાલ તેની ફિલ્મ ભારતના શૂટિંગ માટે માલ્ટામાં છે. સલમાન ખાન ત્યાં શૂટિંગ માટે ગયો છે પરંતુ ત્યાં તે એકલો નથી. માલ્ટા ખૂબ જ સુંદર સ્થળ છે એટલે જ સલમાન તેના માતા અને બહેન અલવીરાને સાથે લઈને ગયો છે.
સલમાન ખાન ફિલ્મ ભારતના કો-સ્ટાર અને મશહૂર કોમેડિયન સુનીલ ગ્રોવરની તસવીર પોતાના કેમેરામાં ક્લિક કરી રહ્યો હતો. સુનીલ ગ્રોવરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે. જેમાં સલમાન ખાન સુનીલ ગ્રોવરની તસવીર ક્લિક કરતો જોવા મળે છે.
સલમાન ખાને માલ્ટાની ઘણી તસવીરો પણ શેર કરી છે. હાલમાં સલમાન ખાની એક તસવીર સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સલમાન ખાન તસવીર ક્લિક કરતો જોવા મળ્યો હતો. દરેક લોકો જાણવા ઉત્સુક હતા કે સલમાન કોની તસવીર ક્લિક કરી રહ્યો છે, પરંતુ હવે એ વાતનો ખુલાસો થયો છે સલમાન કોની તસવીર ક્લિક કરી રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -