સલમાન ખાને કેન્દ્રીય મંત્રી સાથે ચલાવી 10 કિલોમીટર સુધી સાઈકલ, તસવીર થઈ વાયરલ
નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાન આમ તો ઘણી વખત સાઈકલ ચલાવતો જોવા મળ્યો છે, પરંતુ આ વખતે તે દેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં સાઈકલ ચલાવતા જોવા મળ્યો છે. તેની સાથે કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ પણ છે. સલમાને સાઈકલ ચલાવતા ત્યાંના સુંદર રમણીય દૃશ્યોની મજા લીધી અને આ જ રીતે સમગ્ર દિવસ પસાર કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાનનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ખાંડૂએ રાજ્યના પર્યટન ઉદ્યોગને આગળ ધપાવવા માટે આપેલા યોગદાન બદલ સલમાનનો આભાર માન્યો હતો.
ફેસ્ટિલવ દરમિયાન અભિનેતા સલમાન ખાન અરુણાચલ પ્રદેશના પારંપારિક વેશભૂષામાં દેખાયો હતો. અહીં સલમાન ખાનને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.
આ પ્રસંગે સલમાન ખાને મુખ્યમંત્રી અને મંત્રી રિજિજૂ સાથે દસ કિલોમીટર સુધી સાઇકલ પણ ચલાવી હતી. અરૂણાચલના કુદરતી સૌંદર્યની પ્રશંસા કરતા અભિનેતાએ રાજ્યમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરવાનું વચન પણ આપ્યું હતું.
સલમાન ખાને અરૂણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં મેચુકામાં એડવેન્ચર ફેસ્ટિવલની છઠ્ઠી સિઝનનું ગુરુવારે ઉદ્ઘાટન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -