મુંબઈ: સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ 3ના તમામ ગીતો હાલ ખૂબ જ ચર્ચામાં છે. એવામાં'દબંગ 3'નું આઈટમ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અભિનેત્રી વારીના હુસેન સલમાન ખાન સાથે ઠુમકા લગાવતી જોવા મળશે. પ્રભુદેવામાં પણ સાથે જોવા મળશે.

સલમાન ખાન હાલ પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે. મુન્ના બદનામ આઈટમ સોન્ગ રિલીઝ થતા જ સોશિયલ મીડિયમાં ટ્રેંડ કરી રહ્યું છે.

દબંગ ફ્રેન્ચાઈઝીની પ્રથમ બે ફિલ્મમાં મુન્ની બદનામ અને ફેવિકોલ સે આઈટમ સોન્ગ તરીકે ફિલ્મોમાં સામેલ કરવામાં આવ્યા હતા. દબંગ 3નું ટ્રેલર પહેલા જ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન અને માહી ગિલ જેવા સ્ટાર જોવા મળશે. વિલનના રોલમાં સાઉથના સ્ટાર કિચ્ચા સુદીપ જોવા મળશે. ફિલ્મ 20 ડિસેમ્બરના રિલીઝ થશે.