મુંબઈ: બૉલીવુડ અભિનેતા સલમાન ખાને એક ટીવી ચેનલ પર 100 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ બોમ્બે હાઈકોર્ટમાં નોંધાયો છે. એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન જોધપુરમાં ચિંકારા અને ઘોડા ફાર્મ્સમાં શિકાર કરવાના મામલે ફસાયેલા સલમાને ટીવી ચેનલ પર ખોટી રીતે સ્ટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. બૉલીવુડના દબંગનો દાવો છે કે ચેનલે આ સ્ટિંગ ભાવનાને ઠેસ પહોંચાડવા અને અપમાનના ઈરાદે કર્યું છે.
હાઈકોર્ટની ડિવિઝનમાં બેંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી સલમાનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચેનલ આ સ્ટિંગ ઑપરેશનનું પ્રસારણ ન કરે. ચેનલે પોતાના સ્ટિંગમાં કહ્યું હતું કે, સાક્ષીઓએ દાવો કર્યો છે કે તેમને સલમાનને જોધપુરમાં ચિંકારાનો શિકાર કરતો જોયો છે. પરંતુ બાદમાં સાક્ષીઓ પોતાનું નિવેદન ફેરવતા કહ્યું કે વીડિયોની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ કેસની સૂનવણી કરી રહેલા જસ્ટિસ એસ.જે. કત્થાવાલા આ કેસની સૂનવણી 18 નવેમ્બરે કરશે.
તમને જણાવી દઈએ કે, સલમાન જોધપુરના સુદુરવર્તી વિસ્તારના ભાવડમાં 26 સપ્ટેબર, 1998 અને આ વિસ્તારના ઘોડા ફાર્મમાં 28 સપ્ટેબર 1998ના સમયગાળા દરમિયાન શિકાર કરવાના આરોપી હતો. સલમાન આ મામલે પહેલા જોધપુર જેલમાં જઈ ચૂક્યો છે. જો કે આ મામલામાં જોધપુર હાઈકોર્ટે સલમાનને આ મામલે નિર્દોષ છોડ્યો હતો.