નવી દિલ્લી: ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનનું અખબાર ‘ધ નેશન’ના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર એંજસીના પ્રમુખ રિજવાન અખ્તરને આવનાર દિવસોમાં હટાવી દેવામાં આવશે.


અખ્તરને સપ્ટેબર 2014માં ઈંટર સર્વિસેસ ઈંટેલિજેંસના મહાનિદેશક બનાવવામાં આવ્યા હતા. અને તેમને નવેમ્બર 2014માં કાર્યભાર સંભાળ્યો હતો. તેમને લેફ્ટિનેંટ જનરલ જહીર ઉલ ઈસ્લામની જગ્યા લીધી હતી. સામાન્ય રીતે નિયુક્તિ ત્રણ વર્ષના સમયગાળા માટે હોય છે. તેમાં ત્યારે ફેરફાર થાય છે જ્યારે આઈએસઆઈના પ્રમુખ સેવાનિવૃત થઈ જાય અથવા સૈન્ય પ્રમુખ તેમની જગ્યા લઈ લે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘તે આઈએસઆઈ ડીજીના પદ પરથી ત્રણ વર્ષના કાર્યકાળ પહેલા હટી શકે છે.” એક અધિકારીના જણાવ્યા અનુસાર કરાચી પલટનના કમાંડર લેફ્ટિનેંટ જનરલ નવીદ મુખ્તાર તેમની જગ્યા લઈ શકે છે.

અહેવાલનું માનીએ તો કરાચીના કમાંડર લેફ્ટિનેટ જનરલ નાવેદ મુખ્તારને રિઝવાન અખ્તરની જગ્યા ISIના પ્રમુખ બનાવવામાં આવશે. જો કે અત્યારે સત્તાવાર રીતે ISIમાં આ ફેરફારની પુષ્ટિ થઈ નથી. પાક સેનાના મુખ્ય પ્રવક્તા લેફ્ટિનેંટ જનરલ અસીમ સલીમ બાજવાએ આ અહેવાલનું ખંડન કર્યું છે.