રીલિઝ થયું સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Apr 2019 04:53 PM (IST)
બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સલમાન ખાનની આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત ભારતની આઝાદીથી થાય છે. તે સર્કસમાં મોતનાં કુવામાં બાઇક ચલાવવાનું કામ કરે છે. દિશા પટની પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ભારતના ટ્રેલરમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળે છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સલમાન ખાનની આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત ભારતની આઝાદીથી થાય છે. તે સર્કસમાં મોતનાં કુવામાં બાઇક ચલાવવાનું કામ કરે છે. દિશા પટની પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ભારતના ટ્રેલરમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળે છે. સલમાન ખાને ઘણા સમય પહેલા કેટરિના કૈફ સાથે વાઘા બોર્ડર પર તસવીર શેર કરી હતી. ફિલ્મના ટ્રેલરમાં અંતમાં બંને ત્યાં જોવા મળે છે. જેકી શ્રોફ પણ ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે. સલમાન ખાનની ફિલ્મ 'ભારત' ઇદનાં દિવસે 5 જૂનનાં રોજ રિલીઝ થશે. અલી અબ્બાસ જફરનાં ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મમાં કેટરિના કૈફ, સલમાન ખાન, સુનીલ ગ્રોવર અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.