વાજપેયિના નિધનના 5 દિવસ બાદ બોલિવૂડના આ એક્ટરે વ્યક્ત કર્યો શોક, લોકો થયા ગુસ્સે!
નવી દિલ્હીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનના 5 દિવસ બાદ સલમાન ખાને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે. સલમાને અટલ બિહારીના નિધન પર દુખ વ્યક્ત કરતાં લખ્યું, ‘અટલ જી જેવા ગ્રેટ લીડર, મહાન રાજનેતા, વક્તા અને એક અસામાન્ય વ્યક્તિના જવાથી દુખ થઈ રહ્યું છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રોલર્સે કહ્યું કે, તને ચાર દિવસ ભાન થયું કે, તેઓ (અટલજી) આપણી વચ્ચે નથી રહ્યાં. આખું બોલિવૂડ જ્યારે તેમના નિધન પર શોક દર્શાવી રહ્યું હતું ત્યાતે તું ક્યાં હતો? એક યૂઝરે લખ્યું કે, ‘ટાઈગર ઊંઘી રહ્યો હતો.’ બીજાએ લખ્યું કે, ‘ન્યૂઝ મળી ગયા? કયું પેપર આવે છે તારા ઘરે?’
સલમાને ટ્વીટરમાં Feelingનો સ્પેલિંગ પણ ખોટો લખ્યો તેણે Feeling ને બદલે Feeing લખ્યું. લોકોનું કહેવું હતું કે, તે છેલ્લા ચાર દિવસથી કઈ દુનિયામાં હતો?
- - - - - - - - - Advertisement - - - - - - - - -