✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડના આ સુપરસ્ટારને મળી મોતની ધમકી, શૂટિંગ કરવું પડ્યું બંધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2018 07:57 AM (IST)
1

લોરેન્સે કહ્યું કે, જો પોલીસ મારી પાસે મોટો અપરાધ કરાવવા ઇચ્છે છે, તો હું સલમાનને મારી નાખીશ અને તે પણ જોધપુરમાં. સલમાનને મળેલી મોતની ધમકી 1998માં કાળા હરણની (બ્લેક ડીયર)ની હત્યા મામલે જોડાયેલી છે. જેમાં સલમાન અને તેના સહ-કલાકારો આરોપી છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2016માં પણ સલમાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

2

4 જાન્યુઆરીના રોજ લોરેન્સે ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, તે સલમાન ખાનને જાનથી મારી નાખશે. પોલીસે લોરેન્સની બિઝનેસમેનને ધમકાવવાના આરોપમાં જોધપુર કોર્ટમાં રજૂ કર્યો હતો. ગેંગસ્ટરે કોર્ટમાં કહ્યું કે, તેને ખોટાં મામલામાં ફસાવવામાં આવે છે અને આરોપોને સાબિત કરવા માટે આજ સુધી કોર્ટમાં કોઇ પુરાવાઓ રજૂ નથી થયા.

3

રાજસ્થાનના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ થોડાં દિવસો પહેલાં તેને મારી નાખવાની ધમકી આપી હતી. એક અંગ્રેજી અખબારમાં આવેલા રિપોર્ટ અનુસાર, જ્યારે સલમાન ખાન 'રેસ-3'નું શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે હથિયારબંધ પોલીસકર્મીઓ સેટ પર પહોંચી ગયા. પોલીસે સલમાનને જણાવ્યું કે, કોઇ વ્યક્તિ હથિયાર લઇને અહીં આવી રહ્યો છે. સલમાનને આ સ્થળેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો અને તેને ઘરે લઇ જવામાં આવ્યો. સલમાનને પોલીસે સલાહ આપી છે કે, તે પોતાના શિડ્યુલ વિશે કોઇ પ્રકારની જાણકારી શૅર ના કરે.

4

નવી દિલ્હીઃ પોતાની આગામી ફિલ્મ રેસ-3ના શૂટિંગમાં વ્યસ્ત સલમાન ખાનને મોતની ધમકી મળી છે. આ કારણે ફિલ્મનું શૂટિંગ પણ બંધ કરવાની ફરજ પડી હતી. ધમકી બાદ સલમાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેને ક્યાંય એકલા જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડના આ સુપરસ્ટારને મળી મોતની ધમકી, શૂટિંગ કરવું પડ્યું બંધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.