✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

...તો શું આ ઓફ સ્પિનર હવે ફાસ્ટ બોલિંગ કરતો જોવા મળશે! BCCIએ શેર કર્યો વીડિયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2018 07:12 AM (IST)
1

શનિવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ માટે તેને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરાશે કે નહીં, તેના પર હજુ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં કેપ ટાઉનમાં ભારત 5 બોલર્સ સાથે ઉતર્યું હતું, જેમાં અશ્વિન ઉપરાંત 4 ફાસ્ટ બોલર્સ હતા. હવે ઉમ્મીદ કરાઈ રહી છે કે 5ના બદલે 4 બોલર્સ સાથે ટીમ ઈન્ડિયા ઉતરી શકે છે.

2

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાને કેપ ટાઉનમાં રમાયેલી પહેલી પહેલી ટેસ્ટ મેચમાં 72 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મુકાબલામાં જ્યાં અશ્વિને પહેલી ઈનિંહમાં બે વિકેટો ઝડપી હતી, જ્યારે બીજી ઈનિંગમાં તેને માત્ર એક જ ઓવર કરવાની તક મળી હતી.

3

જો વિશ્વાસ ના આવતો હોય તો તમે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોને પણ જોઈ શકો છો. બીસીસીઆઈએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કરેલા આ વીડિયોમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન અશ્વિન ફાસ્ટ બોલિંગ કરતો દેખાય છે. જોકે બીસીસીઆઈ તેને માત્ર મજાક ગણાવ્યો છે. ટ્વિટર પર લખ્યું, માત્ર ફન માટે…! આર. અશ્વિન સ્પિનના બદલે ફાસ્ટ બોલિંગ પણ કરી રહ્યો છે.

4

નવી દિલ્હીઃ દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બોલિંગમાં વિવિધતા લાવવા માટે જાણીતા છે. ઇન્ટરનેશનલ લેવલની મેચમાં પણ તે મોટેભાગે એક્સપેરિમેન્ટ કરતા જોવા મળે છે. ઘણી વખતે સામેની ટીમના બેટ્સમેનને પરેશાન કરવા માટે તેણે લેગ સ્પિન પણ કર્યા છે. પરંતુ આ વખતે મામલો કંઈક અલગ જ છે. અશ્વિન આ વખતે ફાસ્ટ બોલિંગ કરતો જોવા મળ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ...તો શું આ ઓફ સ્પિનર હવે ફાસ્ટ બોલિંગ કરતો જોવા મળશે! BCCIએ શેર કર્યો વીડિયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.