મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને દબંગ-3માં પોતાના કો-સ્ટાર કિચ્ચા સુદીપને ફિલ્મની સફળતા બાદ 1 કરોડથી પણ વધારે કિંમતની કાર ગીફ્ટ કરી છે. અહેવાલ અનુસાર, દબંગ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર અભિનેતા સુદીપને સલમાને 1.54 કરોડ રૂપિયાની બીએમડબલ્યૂની કાર ભેટમાં આપી છે.


સુદીપે ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાનની સાથે નવી કારની તસવીર શેર કરી છે. સાથે જ તેણે કહ્યું કે, ‘ભારત’ સ્ટારની સાથે કામ કરવું તેના માટે સન્માનની વાત છે. તસવીરના કેપ્શનમાં એક્ટરે લખ્યું, “જ્યારે તમે સારું કરો છો તો તમારી સાથે સારું થાય છે. સલમાન ખાન સરે મને આ પંક્તિઓ પર વિશ્વાસ કરવાનું શીખવાડી દીધું જ્યારે તેમની સાથે આ સરપ્રાઈઝ મારા ઘરની સામે ઉભી હતી.”


સુદીપે વધુમાં લખ્યું છે કે, મારા અને મારા પરિવાર પર આટલો પ્રેમ વરસાવવા માટે તમારો આભાર સર. તમારી સાથે કામ કરવું અને તમારૂં અમને મળવા આવવું તે સન્માનની વાત છે’.



આ પહેલીવાર નથી જ્યારે સલમાને સુદીપને ભેટ આપી હોય. આ પહેલા તેણે બ્લેક કલરનું જેકેટ ગિફ્ટમાં આપ્યું હતું જેમાં તેની પાછળ તેના ફેવરિટ પેપની તસવીર હતી. સુદીપે આ તસવીર પણ શેર કરી હતી અને સલમાનનો આભાર માન્યો હતો.