સલમાન પોતાની ગર્લફ્રેન્ડ વંતુરને આપશે 30 કરોડની અનોખી ભેટ, જાણો વિગત
જો કે સલમાન યુલિયા માટે પોતાના ઘરની નજીક નવું ઘર શોધી રહ્યો છે તે જોતાં આ સમાચારમાં દમ નથી. સલમાન ખાનનું બજેટ ૩૦ કરોડ રૂપિયા સુધીનું છે. સલમાન ખાન પહેલાં યુલિયાને આ ઘર બતાવશે અને જો તેને પસંદ પડશે તો જ તે ઘર સલમાન ફાઇનલ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે સલમાનને આ પૈકી એક પણ ઘર પસંદ પડયા નથી. આ દરેક ઇમારત તેના ઘરની નજીક છે પણ સલમાન જેવું ઈચ્છે તેવું એક પણ ઘર નથી. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે સલમાન અને તેની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના ફરી વાર એકબીજાની નજીક આવી રહ્યા છે અને સલમાન-યુલિયાનું બ્રેકઅપ થઈ ગયું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન મુંબઇમાં પોતાના ઘરની નજીક જ આ પેન્ટ હાઉસ ખરીદવા માગે છે. સલમાન પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે જ ઘર લેવા માગે છે કે જેથી એ સરળતાથી વંતુરને મળી શકે. અત્યાર સુધી સલમાને જેવેશ ટેરેસ, ધ અડ્રેસ અને સાગર રેશમ જેવી ઇમારતોમાં યુલિયા માટે ઘર જોયાં છે.
મુંબઈઃ સુપર સ્ટાર સલમાન ખાન અને રોમાનિયન મોડેલ યુલિયા વંતુરનો સંબંધ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. સલમાન ખાન અને વંતુરના સંબંધો વિશે જાતજાતની વાતો આવતી રહે છે અને થોડાક સમય પહેલાં તેમના બ્રેક-અપના સમાચારો આવ્યા હતા પણ હવે તેને ખોટા પાડે તેવા નવા સમાચાર આવ્યા છે.
આ અહેવાલ પ્રમાણે સલમાન પોતાની ખાસ ફ્રેન્ડ યુલિયા વંતુરને 30 કરોડ રૂપિયાની ગિફ્ટ આપવાનો છે. આ ગિફ્ટ ઘર હશે ને સલમાન વંતુરને એક પેન્ટ હાઉસ ભેટમાં આપવાનો છે. સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ટાઇગર ઝિંદા હૈના શૂટિંગમાં અબુધાબીમાં વ્યસ્ત છે અને સાથે સાથે વંતુર માટે ઘર શોધી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -