મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને બિગ બૉસ સિઝન 13 શરૂ થયા પહેલા જ સોશ્યલ મીડિયા પર જીવથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી સલમાનના 1998ના કાળિયાર કેસને લઇને આપવામાં આવી હોય એમ લાગી રહ્યું છે. આને લગતી એક પૉસ્ટ પણ હાલ વાયરલ થઇ રહી છે. સોશ્યલ મીડિયા ફેસબુક પર સોપૂ (Student Organisation of Punjab University) નામના એક ગ્રુપ પરથી સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ગેરી શૂટરના આઇડી પરથી આવી છે.
જે પૉસ્ટમાં ધમકી આપવામાં આવી છે, જેમાં લખ્યુ છે કે- "સોચ લે સલમાન તૂ ભારત કે કાનૂન સે બચ શકતા હૈ લેકીન બિશ્નોઇ સમાજ ઔર સૌપૂ પાર્ટી કે કાનૂન ને તુજે મોત કી સજા સુના દી હૈ. સોપૂ અદાલત મે તુ દોષી હૈ." આના પરથી કહી શકાય કે આ ધમકી કાળિયાર કેસને લઇને આપવામાં આવી છે.