સિક્યોરિટી તોડી આ એક્ટરની પાછળ-પાછળ એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યું કૂતરું, સોશ્યલ મીડિયા પર આવી ફની કમેન્ટ્સ
abpasmita.in | 20 Sep 2019 07:36 AM (IST)
સોશ્યલ મીડિયા પર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
મુંબઈઃ મુંબઇમાં બુધવારે રાત્રે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) અવૉર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે ઘણી બોલિવૂડ હસ્તીઓ ગ્રીન કાર્પેટ પર જોવા મળી હતી. સુપરસ્ટાર સલમાન ખાન પણ સ્ટાઇલિશ નેવી બ્લૂ સૂટમાં આવ્યો. પણ જેવો જ ફોટોગ્રાફરને પોઝ આપીને તે અંદર ગયો એક કુતરું તેની પાછળ પાછળ દોડ્યું. સોશ્યલ મીડિયા પર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ આ વીડિયો પર ખૂબ બધી કમેન્ટ્સ કમેન્ટ કરી રહ્યાં છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, 'આ પણ છે..' અન્ય એકે કમેન્ટ કરી કે, 'કુતરાંને પણ બોલિવૂડની ઝગમગ પસંદ આવી ગઇ.. કુતરાં માટે હાડકાંની વ્યવસ્થા કરો ભાઇ..' એક યૂઝરે લખ્યું કે, આનું કનેક્શન સલમાનનાં હિટ ઍન્ડ રન કેસ સાથે જોડાયેલો તો નથી ને. અન્ય એકે લખ્યું કે, 'પાછળ ચાલશે તો ગાડીની સામે નહીં આવી શકે.. સ્માર્ટ ડોગી..' અન્ય એક યૂઝરે કમેન્ટ કરી છે કે, 'હવે આ જ જોવાનું બાકી હતું.' અન્ય એક યૂઝરે લખ્યું કે, 'બેક ટૂ બેક ફ્લોપ મૂવીઝથી આર્થિક નુક્સાન બાદ શેરાનું રિપ્લેસમેન્ટ' સલમાન ખાનની ફેન ફોલોઈંગ વિશે તો સૌ કોઈ જાણે છે. તે જ્યાં પણ જાય છે મહેફિલમાં બધાનું ધ્યાન ખેંચે છે. પોતાની સ્ટાઈસ, અંદાજ અને ઈન્ટરસ્ટિંગ પર્સનાલિટી અને દિલેર સ્વભાવના કારણે સલમાન ચર્ચામાં રહે છે. બુધવારે રાત્રે આઈફા એવોર્ડ 2019માં પણ સલમાન ખાનનો જલવો જોવા મળ્યો. સલમાને પોતાના ડાંસથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું.