મુંબઈ: ભારતીય સિંગર મીકા સિંહે પાકિસ્તાનમાં પરફોર્મ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સથી લઈને સિને વર્કર એસોસિએશન પણ નારાજ છે. મીકા સિંહ પર ઓલ ઈન્ડિયા સિને વર્કર એસોસિએશને બેન લગાવી દિધો છે. હવે રિપોર્ટ્સ છે કે બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને પણ બેન કરવામાં આવી શકે છે.


રિપોર્ટ એવા છે કે જ્યારથી મીકાને બેન કરવામા આવ્યો ત્યારથી ઘણા લોકો મીકા સાથે કામ કરવામા આનાકાની કરી રહ્યાં છે પરંતુ સલમાન આગામી સ્પતાહથી મીકા સિંહ સાથે કામ કરવાનો છે. આ કાર્યક્રમ અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં થવાના છે.

સલમાન ખાનની આ ટુરને 'અપ, ક્લોજ એન્ડ પર્સનલ વિથ સલમાન ખાન' એવું નામ આપવામાં આવ્યું છે. મીકા સિંહ 28 ઓગસ્ટે હોસ્ટનમાં થનાર પોગ્રામમાં સામેલ થઈ શકે છે. એક ખબર પ્રમાણે જોર્ડી પટેલને જ્યારે મીકા વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અમે માત્ર ભાવેશ પટેલ સાથે કામ કરી રહ્યાં છીએ, કારણ કે અમારો કોન્ટ્રાક્ટ માત્ર એમની સાથે છે. યુએસનાં કેટલાક લોકલ પ્રમોટરે મીકાને આમંત્રિત કર્યો છે. સલમાન મીકા સાથે કંઈ નથી કરવાનો. અહીંયા સુધી કે તે એની સાથે સ્ટેજ પણ શેર નથી કરવાનો.

જો કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝનાં મેમ્બર અશોક દુબેએ કહ્યું કે, જો ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ મીકા સિંહ સાથે કામ કરશે તો તેનાં પર બેન લગાવી દેવામાં આવશે. તેમને ત્યા સુધી કહ્યું કે કોઈ પણ હોય,તે પછી સલમાન હોય કે કોઈ બીજો હીરો જો મીકા સાથે કામ કર્યું તો તેને બેન કરી દેવામાં આવશે.