નવી દિલ્હી: INX મીડિયા કેસ મામલામાં પૂર્વ નાણામંત્રી પ્રધાન પી. ચિદમ્બરમના નિવાસ સ્થાને CBI ની ટીમ પહોંચી હતી. પરંતુ તેઓ તેમને મળ્યા ન હતા. માનવામાં આવી રહ્યું છે કે, ચિદમ્બરમની ધરપકડ પણ થઇ શકે છે. તેમનો ફોન પણ સ્વિચ ઓફ છે.


પી ચિદંમ્બરના જોરબાગના ઘરે હવે ઈડીની ટીમ પહોંચી છે. થોડી વાર પહેલા સીબીઆઈની ટીમ પહોંચી હતી. ઈડી અને સીબીઆઈ બંને તેમને શોધી રહી છે. જાણકારી મુજબ ચિંદમ્બરનો ફોન પણ સ્વિચ ઓફ છે.


આ પહેલા પૂર્વ નાણા મંત્રી પી ચિદંમ્બરમને આઈએનએક્સ મીડિયા મામલામાં ફટકો લાગ્યો હતો.  દિલ્હી હાઈકોર્ટે પી ચિદંમ્બરમની જામીન અરજી ફગાવી હતી.  પી ચિદંમ્બરને આઈએનએક્સ મીડિયા મામલામાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જેને દિલ્હીની હાઈકોર્ટે ફગાવી દિધી છે. જસ્ટિસ સુનીલ ગૌડએ આજે તેમની આગોતરા જામીન અરજીને ફગાવી છે.


સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલામાં પી ચિદંમ્બરમ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો જ્યારે ઈડીએ ચિદંમ્બરમ સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. ગત વર્ષથી જ પી ચિદંમ્બરની ધરપકડ પર દિલ્હી હાઈકોર્ટની રોક હતી. ઈડી અને સીબીઆઈ બંનેએ ચિદંમ્બરની ધરપકડ પર રોકનો વિરોધ કર્યો હતો.

આ મામલો વર્ષ 2007નો છે જ્યારે તેઓ યૂપીએના કાર્યકાળ સમયે નાણા મંત્રી હતા. તે સમયે આઈએનએક્સ મીડિયાને 305 કરોડની વિદેશી ધનરાશિ પ્રાપ્ત કરવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી અપાવવામાં કથિત અનિયમિતતાનો આરોપ છે.

આ મામલામાં કથિત રીતે 10 લાખ રૂપિયા મેળવવવા માટે ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરવામાં આવી હતી. આઈએનએસ મીડિયા કંપનીના તત્કાલીન નિદેશ ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી પણ આ મામલામાં આરોપી છે. સીબીઆઈએ આ મામલામાં 15 મે 2017ના રોજ કેસ દાખલ કર્યો હતો.