સલમાન ખાને બોલીવૂડની આ હોટ એક્ટ્રેસને ઓફર કરી મોટા બજેટની ફિલ્મ, જાણો
સલમાન ખાને ફિલ્મ ભારતમાં દિશા પટનીનો રોલ પણ વધાર્યો છે. તે આ ફિલ્મમા કેટરિના બાદ સેક્ન્ડ લીડ રોલ પ્લે કરી રહી છે. સલમાન ખાન બોલીવૂ઼ડમાં પોતાની દોસ્તી નિભાવવાને લઈને જાણીતો છે.
એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સલમાન ખાને દિશા પટનીને ફિલ્મની ઓફર કરી છે પરંતુ કઈ ફિલ્મમાં તે જોવા મળશે તેને લઈને કોઈ ખુલાસો નથી થયો. સલમાન ખાન આ વર્ષે બે ફિલ્મ પર કામ કરશે જેમાં દબંગ 3 અને કિક 2 સામેલ છે. સલમાનની ફિલ્મ દબંગ 3માં બે અભિનેત્રીઓ હશે, એવામાં અટકળો લગાવવામાં આવી છે કે દિશા પટની આ ફિલ્મનો હિસ્સો બની શકે છે.
મુંબઈ: બોલીવૂડ ફિલ્મ બાગીની સીરીઝમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરને લેવામાં આવી છે આ ફિલ્મમાંથી એક્ટ્રેસ દિશા પટણીનું પત્તુ કપાયું છે. બીજા તરફ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સલમાન ખાને ભારતની સાથે વધુ મોટા બજેટની ફિલ્મ દિશાને ઓફર કરી છે. દિશા પટની માટે આ મહત્વની વાત છે કે સુપરસ્ટાર સલમાન ખાન તેના કામથી પ્રભાવિત છે.