રોહિત શર્માની સાથે આ ક્લબમાં સામેલ થયો મયંક અગ્રવાલ, જાણો વિગત
નવી દિલ્હીઃ જાણીતી ટાયર નિર્માતા કંપની સીએટ લિમિટેડે ભારતીય ટેસ્ટ ક્રિકેટ મયંક અગ્રવાલ સાથે કરાર કર્યો છે. સીએટ સાથે જોડાયા બાદ મયંક હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સીએટના લોગો વાળા બેટથી રમતો નજરે પડશે. મયંકની પહેલા રોહિત શર્મા, અજિંક્ય રહાણે, ઈશાન કિશન, શુભમન ગિલ અને મહિલા ક્રિકેટ ટીમની ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર પણ જોડાઈ ચુક્યા છે. આમ હવે મયંક પણ સીએટની ક્લબમાં સામેલ થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમયંકે સીએટ સાથે જોડાયા બાદ કહ્યું કે, મેદાનની અંદર અને બહાર એક બ્રાન્ડના રૂપમાં તેનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. સીએટના પ્રતિભાશાળી અને સફળ ક્રિકેટરોના ગ્રુપમાં સામેલ થવા બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું અને મને મારી જવાબદારીનો અહેસાસ કરાવે છે.
મયંકે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. તેણે ડેબ્યૂ મેચની પ્રથમ ઈનિંગમાં જ 76 રન બનાવ્યા હતા. જે ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ ભારતીય ઓપનરે ડેબ્યૂ મેચમાં બનાવેલો શ્રેષ્ઠ સ્કોર હતો. વર્ષ 2019માં અંડર 19 વર્લ્ડકપમાં ભારત માટે સર્વોચ્ચ સ્કોરર રહેલા મયંકે 2017-18 રણજી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સીઝનમાં 1000થી વધારે રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -