20 વર્ષ બાદ પણ સલમાનના તેવરમાં કોઈ ફેર નથી પડ્યો, જેલમાં જોવા મળ્યો આવા અંદાજમાં
સલમાનના વકીલે સજા સંભળાવ્યા બાદ જમાનત માટે અર્જી દાખલ કરી છે. સલમાનની જમાનત પર સેશન્સ કોર્ટ હવે શુક્રવારે સવારે 10.30 કલાકે સુનાવણી કરશે. આ વચ્ચે એવી પણ ખબર આવી રહી છે કે સલમાનને આસારામના વોર્ડ નં-2માં રાખવામાં આવ્યો છે. રેપના મામલામાં આરોપી આસારામ પાંચ વર્ષથી જેલમાં બંધ છે. સલમાનને ગુરુવારની રાત જેલમાં જ વિતાવવી પડશે.
વીડિયોમાં વન વિભાગના કર્મચારીઓ સાથે સલમાન જરૂરી દસ્તાવેજોમાં સાઈનને લઈને વાત કરતો નજર આવી રહ્યો છે. જણાવી દઈએ કે કાળિયારના શિકાર મામલે એક્ટર સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ છોડી મૂકાયા છે. તો સલમાનને તરત જ કસ્ટડીમાં લઈ લેવાયો છે.
વાત સલમાનના તેવરની કરીએ તો 20 વર્ષ પહેલા જ્યારે વન વિભાગના અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધો હતો તો તેનો અંદાજ પણ કંઈક હાલના અંદાજ જેવો જ લાગી રહ્યો છે. જેને વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
સલમાનના આ અંદાજને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે કે, વીઆઈપીના તેવર તુ જોઈ અને આ જ જગ્યાએ જો કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો શું તે આવા રૂઆબમાં જોવા મળત.
નવી દિલ્હીઃ બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનને જોધપુરની કાંકણીમાં કાળિયારના શિકારના 20 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યો છે. એટલું જ નહીં સલમાનને કોર્ટે 5 વર્ષની સાથે સાથે 10 હજાર રૂપિયાને દંડ પણ ફટકાર્યો છે. જોધપુરમં સજા સંભળાવ્યા બાદ સલમાનના તેવર જેલ અધિકારીઓ સાથે કંઇક અલગ જ જોવા મળ્યા.