વિવેકે એશ્વર્યા રાય પર કરેલા વિવાદિત ટ્વિટ પર સલમાન ખાનની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું ?
abpasmita.in | 21 May 2019 09:39 PM (IST)
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર વિવેક ઓબેરોયે વિવેકે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ ફટકારી છે.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોયના ટ્વિટને લઈને થઈ રહેલા વિવાદ પર હવે સલમાન ખાનની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આમ તો સલમાન ખાન આ પ્રકારના વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરતો હોય છે પરંતુ હાલમાં જ પોતાની ફિલ્મ ‘ભારત’ના પ્રમોશન્સ દરમિયાન મીડિયા સામે સલમાને આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. સ્પૉટ બોયની રિપોર્ટ અનુસાર જ્યારે સલમાન ખાનને આ વિવાદ પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે ત્યારે મૌન રહેવાનું જ બહેતર સમજ્યું. સલમાને કહ્યું કે તેઓ હવે આવી વાતો પર ધ્યાન નથી આપતા. આ વિવાદ પર સલમાને કહ્યું, હુ ધ્યાન નથી આપતો. પહેલાની જેમ હવે ટ્વિટ નથી કરતો, તો મીમ્સ શું જોવાનો. હું કામ કરું કે કોમેન્ટ્સ જોઉં. હું બિલકુલ ધ્યાન નથી આપતો. 26 વર્ષની એક્ટ્રેસ કરવા જઈ રહી છે 68 વર્ષના એક્ટર સાથે લગ્ન, જાણો શું છે સત્ય! ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર વિવેક ઓબેરોયે વિવેકે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ ફટકારી છે. તો NCPએ આકરા પગલાં લઇને ધરપકડ કરવાની માંગ કરી છે. વિવેકે જે મીમ શેર કર્યો છે તેના પર લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઐશ્વર્યા રાય પર વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહિલા આયોગે ફટકારી નોટિસવિવેક ઓબેરોયે સોનમ કપૂર પર શું કર્યો પલટવાર, જાણો વિગત