EVM સુરક્ષા પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 May 2019 06:54 PM (IST)
ઈવીએમમાં છેડછાડના આરોપો વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં પ્રણવ મુખર્જીએ ચૂંટણી પંચની જવાબદારીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ઈવીએમની સુરક્ષાના મામલામાં સંસ્થાગત વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવી ચૂંટણી પંચની જવાબદારી છે
નવી દિલ્હી: ઈવીએમમાં છેડછાડના આરોપો વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં પ્રણવ મુખર્જીએ ચૂંટણી પંચની જવાબદારીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ઈવીએમની સુરક્ષાના મામલામાં સંસ્થાગત વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવી ચૂંટણી પંચની જવાબદારી છે અને ચૂંટણી પંચે ઈવીએમમાં છેડછાડની અફવાઓને રોકવા માટે યોગ્ય પગલા ઉઠાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામ પહેલા ફરી એક વખત વિપક્ષી દળોએ ચૂંટણી પંચ અને ઈવીએમ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરી પોતાના નિવેદનમાં કહ્યું કે જનતાનો ભરોસો સૌથી ઉપર છે જેને લઈને થોડો પણ સંદેહ ન હોવો જોઈએ. આ પહેલા પ્રણવ મુખર્જીએ ચૂંટણી પંચની પ્રશંસા કરતા કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણી શાનદાર રીતે પૂર્ણ થઈ છે.