મુંબઈઃ પોતાના સુરમય અવાજનનાં કારણે રેલવે સ્ટેશનની રાનૂ આજે હિમેશ રેશમિયાનાં સ્ટુડિયો સુધી પહોંચી ગઈ છે અને પહેલું ગીત તેરી મેરી કહાની પણ ધુમ મચાવી રહ્યું છે. હવે એક બીજી મોટી ખબર સામે આવી રહી છે કે સલમાન ખાને રાનૂને એક આલિશાન ઘર ગિફ્ટ કર્યું છે. તેમજ આ ઘરની કિંમત પણ 55 લાખ રૂપિયા હોવાનો દાવો છે. એટલું જ નહી પણ રાનૂને દબંગ 3માં ગીત ગાવાનો મોકો પણ આપ્યો છે એવી પણ ખબરો મળી રહી છે. હાલ તો સોશિયલ મીડિયામાં સલમાન ભાઈની આ ખબરથી બધા તેનાં વખાણ કરી રહ્યાં છે પરંતુ સત્ય કંઈક અલગ જ છે. સલમાનના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, આ વાતમાં કોઈ સત્ય નથી અને તેણે રાનૂ મંડલને કોઈ ગિફ્ટ આપી નથી. પણ જ્યારથી  લોકોને આ વાતથી ભણક લાગી કે આટલા રૂપિયા આપ્યાં ત્યારથી લોકો સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે અને કોમેન્ટ કરી રહ્યાં છે કે આને કહેવાય જમાનો આવ્યો. આમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાનના પરિવાર સાથે રાનૂનુ કનેક્શન તો છે જ. હિમેશ સલમાનના પપ્પાનું નામ લઈ સ્ટેજ પરથી જ વાત કહી હતી કે કોઈ ટેલેન્ટ જોવા મળે તો એને મદદ કરવી આ વાત મને સલમાનના પિતાએ શીખવી હતી. હિમેશે પણ રાનૂને 7 લાખ રૂપિયા આપ્યા હોવાની વાતો માર્કેટમાં થઈ રહી છે.