Video: સલમાન ખાને અંતે જાહેર કરી Bigg Boss 10ની ડેટ, જાણો ક્યારથી શરૂ થશે શો
abpasmita.in | 18 Sep 2016 10:57 AM (IST)
મુંબઈ: બિગ બોસ સિઝન 10 માટે સલમાનના ફેંસની આતુરતાનો અંત આવ્યો છે. સલમાને નવા પ્રોમોમાં આ રિયાલીટી શો ક્યારે શરૂ થશે તેની જાહેરાત કરી દીધી છે. આ પ્રોમો કલર્સ ચેનલના સીઈઓ રાજ નાયકે ટ્વિટર પર શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વખતે બિગ બોસમાં સેલેબ્રિટીઝ સાથે સામાન્ય જનતાને પણ એંટ્રી આપવામાં આવશે જેથી શોમાં નવો ટ્વિસ્ટ આવશે.