જૂનાગઢ-અમરેલીમાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ
abpasmita.in | 18 Sep 2016 08:30 AM (IST)
જૂનાગઢ: ક્ષેત્રમાં રવિવારે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ભેંસાણમાં 34 મિલીમીટર, વીસાવદરમાં 33 મિલીમીટર, વંથલીમાં 15 મિલીમીટર અને કેશોદમાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા તબક્કાના વરસાદમાં ભાદરવાની ગરમીમાંથી લોકોને મુક્તિ મળી છે તો સાથે જ ખેડુતોને પણ રાહત મળી છે. વીસાવદરમાં બે દિવસ પહેલાં જ છથી સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. સાથે જ પાલિતાણા, અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.