નવા પ્રોજેક્ટમાં સરદાર લુકમાં જોવા મળશે સલમાન ખાન, આયુષ શર્મા પણ હશે સાથે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2020 06:12 PM (IST)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન પોતાના જિજાજી આયુષ શર્મા સાથે એક ગેંગસ્ટર ફિલ્મમાં જોવા મળી શકે છે
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મોમાં સરદારના લુકમાં જોવા મળશે. સલમાન ખાન પાઘડી લગાવી શિખ ભૂમિકામાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન પોતાના જિજાજી આયુષ શર્મા સાથે એક ગેંગસ્ટર ફિલ્મમાં જોવા મળી શકે છે જેમાં તે પાઘડી પહેરી શિખ ભૂમિકામાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સની જાણકારી અનુસાર સલમાન ખાન આ ફિલ્મમાં નેગેટિલ રોલ પ્લે કરતા જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનું નિર્દેશન અભિરાજ મીનાવાલ કરશે અને આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં રિલીઝ કરવામાં આવશે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે આ ભૂમિકા માટે સલમાન ખાન પોતાની દાઢી વધારશે અને આયુષ શર્મા એક નોર્થ ઈન્ડિયન ગેંગસ્ટરનો લુક લેવા માટે બોડી બનવશે. આ ફિલ્મ માટે લુક ટેસ્ટ આવતા અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે.