દીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા.
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે 2009માં લગ્ન કર્યા છે. બંનેને એક પુત્ર છે અને હવે તેમના ઘરે એક નાની દિકરી આવી ગઈ છે. શિલ્પા અને રાજ કુંદ્રા સેરોગેસીના માધ્યમથી ફરી એક વખત માતા-પિતા બન્યા છે. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.