આ એક્ટ્રેસની ઉડી મજાક તો સલમાન ખાને ટ્રોલર્સે આપ્યો આવો જવાબ
આ ડાયલોગને ઈને ઘણાં બધાં મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને ડેઝીનો સૌથી મુશ્કેલ ડાયલોગ ગણાવી રહ્યા છે. લોટપોટ કરી દેનારા મીમ્સ અને જોક્સ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો તેનાથી ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે.
જણાવીએ કે, ટ્રેલરના એક સીઝનમાં ડેઝી કહે છે, અમારા બિઝનેસ પર કોઈ નજર નાંખે તે અમને મંજૂર નથી. જ્રોકે ટ્રોલ થવા પર સલમાનનો એક ડાયલોગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેમાં સલમાન કહે છે, Our business is our business, none of your business.
સોશિયલ મીડિયા પર ડેઝીને ટ્રોલ કરવા પર સલમાન ખૂબ જ નારાજ છે. સલમાનના ફેન પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં પોતાના દબંગ અંદાજમાં સલમાને ટ્રોલર્સને જવાબ આપ્યો છે. સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ રેસ 3 રિલીઝ પહેલા ચર્ચામાં છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે સલમાનના સ્ટન્ટ પર memes ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ ડેઝી શાહનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં ડેઝી, રેસ 3ના ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. પરંતુ આ વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.