આ ઘટના મુંબઇના લોઅર પરેલના ફિનિક્સ મોલમાં બની જ્યાં ભારત ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. સલમાન ખાન બાળકો પ્રત્યે ખુબ જ લગાવ છે, તે જગજાહેર છે. એવામાં તેની સામે જ બાળક સાથે દુર્વ્યવહાર થતા તે ગુસ્સે થયો. સલમાને સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી.
દર વખતની જેમ આ વખતે પણ સલમાનની ફિલ્મ ઇદના તહેવાર પર રીલિઝ થઇ. ભારત ફિલ્મમાં ભારતમાં પત્રકારો માટે ઇદની સવારે સવારે સ્ક્રિનિંગ યોજાયું અને ફિલ્મના શરૂઆતના રિવ્યૂ ખુબ જ સારા આવી રહ્યાં છે. ટ્રેડ એનાલિસ્ટ માની રહ્યાં છે કે ડિરેક્ટર અલી અબ્બાસ જફરની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે.