તેને લઈને ઓલ ઇન્ડિયા લુક અલાઇક એસોસિએશનના જનરલ સેક્રેટરી અને અનિલ કપૂરના ડુપ્લીકેટે આ વાતની પુષ્ટિ પણ કરી છે. બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં આરિફ ખાને કહ્યું, એસોસિએશના જોઈન્ટ સેક્રેટરી હોવાને કારણે મેં મદદ માટે FWICEનો સંપર્ક કર્યો હતો. લોકડાઉનને કારણે અમારી પાસે ન તો ફિલ્મો છે અને ન તો કોઈ કામ. અમારામાંથી કેટલાક તો અન્ય રાજ્યોમાં ફસાયા પણ છે. માટે અમે સતત મદદની માગ કરી રહ્યા હતા. એવામાં સલમાન ખાને મદદનો હાથ લંબાવ્યો, જેના માટે અમે તેમના આભારી છીએ.
તેમણે આગળ કહ્યું, “આ એસોસિએશનની અંદર 162 લુકઅલાઈક્સ રજિસ્ટર છે. સલમાને અમારા બધાના ખાતામાં રકમ જમા કરાવી છે. તેમણે બધાના ખાતામાં ત્રણ-ત્રણ હજાર રૂપિયા જમા કરાવ્યા છે, જે બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશનના નામે આવ્યા છે. એક કે બે દિવસમાં અમને વધુ ત્રણ હજાર આવવાની આશા છે. ઉપરાંત બધાને બે-બે હજાર રૂપિયાના ફૂડ કૂપન પણ આપવામાં આવ્યા છે.”
તમને જણાવીએ કે, આ પહેલા પણ સલમાન ખાને ડેલી વેજીસ પર કામ કરનાના મજૂરોની મદદ માટે આગળ આવ્યા હતા. તેણે FWICE દ્વારા તેમને 25-25 હજાર રૂપિયાની મદદ કરી હતી.