સલમાન ખાને તમે મોટેભાગે દબંગ અને માચો અંદાજમાં જ જોયો હશે. અહેવાલ અનુસાર રિયલ લાઇફમાં પણ સલમાન કંઈત દબંગ અંદાજમાં જ છે. એવામાં જો અમે તમને કહીએ સલમાન ખાનને કોઈથી ડર લાગતો હતો અને તે પણ એક્ટ્રેસ તો તમને પહેલી વખત તો આ વાત પર વિશ્વાસ નહીં થાય. જોકે ખુદ સલમાનનું માનીએ તો 90ના દાયગામાં એક એકટ્રેસ સાથે કામ કરવામાં તેને ડર લાગતો હતો.

આ બીજી કોઈ નહીં પરંતુ 90ના દાયકાની ટોપ એક્ટ્રેસ શ્રીદેવી હતી. તમને જણાવીએ કે, શ્રીદેવી પોતાના સમયની ટોપ એક્ટ્રેસમાંથી એક હતી. તેમની પોપ્યુલારિટીનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે તે સમયે તેનું કોઈ ફિલ્મમાં હોવું જ હિટ થવાની ગેરેન્ટી માનવામાં આવી હતી. અહેવાલ અનુસાર શ્રીદેવી પોતાના સમયની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ હતી અને તેને પ્રતિ ફિલ્મ 1 કરોડ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવી હતી.



કહેવાય છે કે, મોટા મોટા ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર 90ના દાયકામાં શ્રીદેવીને પોતાની ફિલ્મમાં લેવા માટે લાઈન લગાવીને ઉભા રહેતા હતા. સલમાને પણ શ્રીદેવીની સાથે 1993માં ફિલ્મ ચંદ્રમુખી અને 1994માં આવેલ ફિલ્મ ચાંદ કા ટુકડામાં સાથે કામ કર્યું હતું.

સલમાનને શ્રીદેવીની આ પોપ્યુલારિટીનો ડર સતાવતો હતો. એક ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં સલમાને કહ્યું હતું કે, એ સમયે હીરોથી વધારે લોકો શ્રીદેવીને જોવા આવતા હતા અને એવામાં દર્શક હીરો પર ઓછું ધ્યાન આપતા હતા. આ જ કારણ હતું કે સલમાન 90ના દાયકામાં ટોપ એક્ટ્રેસ રહેલ શ્રીદેવીની સાથે કામ કરવાથી ડરતા હતા.