એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Nov 2020 09:21 AM (IST)
૧૧ રાજ્યોની ૫૮ વિધાનસભા બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે.
બેંગ્લોરઃ કર્ણાટક સહિત ૧૧ રાજ્યોની ૫૮ વિધાનસભા બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. ૫૮ પૈકી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ૨૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી ૮ બેઠકોની જરૂર છે. આ ઉપરાંત ગુજરાતની આઠ, ઉત્તર પ્રદેશની સાત, મણિપુરની ચાર, કર્ણાટકની બે, ઓડિશાની બે, ઝારખંડની બે, નાગાલેન્ડની બે, તેલંગણાની એક, હરિયાણાની એક અને છત્તીસગઢની એક વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થશે. એમપી, યુપી સહિતના રાજ્યોમાં પેટા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરના વોટની ગણતરી થઈ રહી છે. જે બાદ ઈવીએમ ખોલવામાં આવશે. કર્ણાટકની આર.આર.નગર બેઠક પરથી હાલ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.