ASIનું કહેવું છે કે, ફિલ્મનું શૂટિંગ માટે મધ્યપ્રદેશના માંડૂના જલમહેલમાં બનાવવામાં આવેલા બે સેટ જલ્દી હટાવવામાં આવે. જો ASIના આદેશ નહીં માનવામાં આવે તો ફિલ્મનુ શૂટિંગ રદ્દ થઇ શકે છે. કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મની ટીમને પહેલાથી જ આ વિશે જણાવવામાં આવી દીધુ હતુ પણ કોઇ એક્શન લીધી ન હતી.
આ પહેલા પણ ફિલ્મ 'દબંગ 3'ને લઇને વિવાદ થઇ ચૂક્યો છે. જ્યારે અહિલ્યા ઘાટ પરથી ફિલ્મનો સેટ હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે એક ઐતિહાસિક મહત્વવાળી મૂર્તિને નુકશાન પહોંચ્યુ હતુ. આના પર લોકો ગુસ્સો ભરાયા હતા.