આજે રિલીઝ થઈ છે 'સુલતાન', તોડી શકે છે આ પાંચ રેકોર્ડ્સ
1. સ્પોર્ટ્સ અને બોલીવુડનો સાથ બોક્સ ઓફિસ પર વધારે સક્સેસફુલ રહ્યો નથી. અત્યાર સુધી બોક્સ ઓફિસ કલેક્શનના હિસાબે ફરહાન અખ્તરની મિલ્ખસિંહની બાયોપિક ભાગ મિલ્ખા ભાગ સૌથી મોટી હિટ રહી હતી. આ આંકડો છ જુલાઈ બાદ સુલતાન બદલી શકે છે. આ ફિલ્મમાં સલમાનની જબરજસ્ત એક્શન સાથે કુશ્તી દેખાડવામાં આવી છે, જે ભાગ મિલ્ખા ભાગનો રેકોર્ડ તોડી શકે છે. 2. સલમાન ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ કલેક્શનમાં મોટા રેકોર્ડ્સ બનાવવા માટે જાણીતા છે. જો સલમાનની પાછલી બે ફિલ્મોની વાત કરી તો બજરંગી ભાઈજાન અને પ્રેમ રતન ધન પાયોએ પહેલા દિવસે શાહરૂખની હેપ્પી ન્યૂ યર કરતા ઓછી કમાણી કરી હતી. હેપ્પી ન્યૂ યરનું કલેક્શન 44.97 કરોડ રૂપિયા હતું. ટ્રેડ પંડિતોનું માનવું છે કે આ વખતે સુલતાન પાસેથી ઘણી આશાઓ છે કે તે હેપ્પી ન્યૂ યરનો રેકોર્ડ તોડે.
3.સલમાનની પહેલા દિવસની કમાણીમાં અત્યાર સુધીમાં સૌથી મોટી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો છે. તેણે પહેલા દિવસે 40.35 કરોડ કમાણી કરી હતી. પણ સુલતાનના ટ્રેલર રિલીઝ બાદ મળેલા રિસપોન્સમાં આ રેકોર્ડ તૂટે તેમ લાગે છે. 4. સુલતાનની રિલીઝ બાદ નવો રેકોર્ડ બનશે. આ રેકોર્ડ હશે સલમાનની 100 કરોડ ક્લબમાં શામેલ થનારી 10મી ફિલ્મનો. આ કોઈ પણ એક્ટરનો સૌથી મોટો રેકોર્ડ હશે.
ફિલ્મના ટાઈટલ ટ્રેકથી લઈને દરેક ગીતને પસંદ કરવામાં આવી રહ્યુ છે. અટકળો છે કે ફિલ્મનું કલેક્શન રેકોર્ડબ્રેકિંગ હોય શકે. અહીં જાણો સુલતાન તોડી શકે છે ક્યાં પાચ રેકોર્ડ્સ
5. સલમાન સાથે સુલતાન અનુષ્કા શર્માની પણ મોટી બ્લોકબસ્ટર સાબિત થશે. અનુષ્કાની અત્યાર સુધીની સૌથી મોટી હિટ પીકે રહી છે. પીકે બાદ સુલતાન આ રેકોર્ડ તોડી શકે છે
નવી દિલ્લી: બોક્સ ઓફિસ પર જે સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ સુલતાન રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ ઈદના એક દિવસ પહેલા રીલિઝ થઈ રહી છે. ફિલ્મમાં સલમાન સાથે અનુષ્કા શર્મા છે. આ ફિલ્મ ભારતમાં 4500 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. દેશભરમાં સુલતાનને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. દરેક શો હાઉસફુલ છે. પુણેના એક સિનેમાહોલમાં દરરોજ સુલતાનના 55 શો દેખાડવામાં આવે છે.