સુરતઃ પુત્રવધૂ પ્રેમી સાથે રંગરેલીયા કરતી હતી ને સસરા આવી ચડતા ઊડી ગયા હોશ, જાણો પછી શું થયું?
ગઈ કાલે મંગળવારે પાર્ક વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતી મોહીનીના પતિ કૃણાલ મહેશભાઈ કાપડિયા અને સાસુ મયુરીબેન નોકરીએ અને પુત્ર માનને સ્કૂલે મોકલ્યા પછી તે એકલી પડી ગઈ હતી. દરમિયાન એકાંત મળતા મોહિનીએ તેના પ્રેમી ધર્મેશને મળવા બોલાવી લીધો હતો. તેઓ ઘરમાં રંગરેલીયા મનાવી રહ્યા હતા, ત્યારે બપોરના સમયે સસરા મહેશભાઈ આવી ચડતાં બંનેના હોશ ઉડી ગયા હતા. મોહિનીએ ધર્મેશને પોતાના બેડરૂમના પલંગ નીચે સંતાડી રૂમ બંધ કરી દીધો હતો અને થોડીવાર પછી દરવાજો ખોલ્યો હતો.
લગ્ન પહેલા મોહિનીને પડોશમાં રહેતી તેની ફ્રેન્ડના પતિ એટલે કે, ધર્મેશ સાથે પ્રેમસંબંધ હતા. જે લગ્ન પછી પણ ચાલુ રહ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સાસરા પક્ષ અને પિયર પક્ષના નિવેદનો લીધા છે. એટલું જ નહીં, હજુ સુધી ધર્મેશનો કોઈ પત્તો લાગ્યો નથી.
દરવાજો ખોલતા તેમની શંકા સાચી પડી હતી. મહેશભાઈ પલગં નીચે સંતાયેલા ધર્મેશને જોઇ ગયા હતા. આથી ધર્મેશને પકડીને તેમણે બહાર કાઢ્યો હતો. ધર્મેશ બહાર આવતાં જ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને થોડીવાર પછી ધર્મેશ મહેશભાઈના હાથમાંથી છટકીને ભાગી ગયો હતો. મહેશભાઈ પણ તેને પકડવા તેની પાછળ ગયા હતા.
મોહિનીએ દરવાજો ખોલવામાં વાર કરતાં ઘરે આવી ચડેલા મહેશભાઈને પુત્રવધૂ મોહિની પર શંકા ઉપજી હતી. કારણ કે, અગાઉ પણ તેનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું. મહેશભાઈ ઘરમાં આવ્યા તો એક બેડરૂમનો દરવાજો બંધ હતો. તેમણે દરવાજો ખોલવા જતાં મોહિનીએ તેમને અટકવ્યા હતા અને ગલ્લાતલ્લા કરવા લાગી હતી. જોકે, મહેશભાઈ દરવાજો ખોલી નાંખ્યો હતો.
દરમિયાન પોતાનો ભાંડો ફૂટી જતાં આબરૂના લીરેલીરા થઈ ગયા હતા અને છૂટાછેડા થઈ જવાની બીકે મોહિનીએ પોતાના બેડરૂમના પંખા સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. દરમિયાન મહેશભાઈ પુત્ર કૃણાલને ફોન કર્યો હોવાથી તે સીધો ઘરે આવી પહોંચ્યો હતો. પરંતુ દરવાજો બંધ હોવાથી તેણે દસ્તો મારીને દરવાજો તોડી નાંખ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં મોહિનીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે, તેના શ્વાસ હજુ ચાલુ હોવાનું જણાતા કૃણાલ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, તેને સિવિલ હોસ્પિટલના તબીબી મૃત જાહેર કરી હતી.
સુરતઃ શહેરના સલાબતપુરા વિસ્તારમાં ગઈ કાલે એક પરિણીતાએ પ્રેમી સાથે રંગરેલીયા મનાવતા પકડાઈ જતાં ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘરમાં એકાંત જોઇને મોહિની પ્રેમી સાથે ઘરમાં રંગરેલીયા મનાવી રહી હતી, ત્યારે જ સસરા ઘરે આવી ચડતાં પુત્રવધૂની કરતૂતો સામે આવી ગઈ હતી. જોકે, બદનામીના ડરે મોહિનીએ આત્મહત્યા કરી લીધી છે. આગળ વાંચોઃ કેવી રીતે ફૂટ્યો ભાંડો, સસરા આવી ચડતા મોહિનીએ શું કર્યું?