પહેલીવાર સ્વિત્ઝરલેન્ડ ગયુ આ હૉટ કપલ, શેર કરી હૉલિડેની અદભૂત તસવીરો
સનાયાએ 'ઝલક દિખલા જા 8' માં ભાગ લીધો હતો.
મોહિતે 'મિલે જબ હમ તુમ', 'મુજે કુછ કહતી હૈ ખામોશિયાં', 'સરોજની', 'કબુલ હૈ' જેવી સીરિયલોમાં કામ કર્યુ છે.
સનાયા ટીવીની પૉપ્યૂલર ચહેરો છે. તે 'મિલે જબ હમ તુમ', 'ઇસ પ્યાર કો કા નામ દું', 'છનછન' જેવા શૉમાં કામ કરી ચૂકી છે.
લાંબી કોર્ટશિપ બાદ તેમને વર્ષ 2016માં લગ્ન કરી લીધા.
મોહિત અને સનાયાની મુલાકાત સીરિયલ 'મિલે જબ હમ તુમ'ના સેટ પર થઇ હતી. ત્યાં જ બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો.
એક તસવીરોના કેપ્શનમાં મોહિતે લખ્યું- શું અમે હંમેશા અહીં નથી રહી શકતા.
આ કપલની તસવીરો ફેન્સને બહુજ પસંદ આવી રહી છે.
મુંબઇઃ એક્ટર અને એક્ટ્રેસ પોતાની હૉલીડે અને એન્જૉયની પળોને કેમેરામાં કેદ કરીને સોશ્યલ મીડિયા પર અવાર નવાર શેર કરતાં રહે છે. હવે આ લિસ્ટમાં એક ટીવી કપલ જોડાયુ છે જેને પહેલીવાર વિદેશી તસવીરો શેર કરી છે. ટીવી કપલ સનાયા ઇરાની અને તેના પતિ મોહિત સહગલ પહેલીવાર સ્વિત્ઝરલેન્ડ ગયા છે. બન્નેએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર હૉલિડેની તસવીરો શેર કરી રહ્યાં છે.